સુરતમાં આજે વહેલી સવારે ઘર સફાઈ કામ કરતી એક મહિલાનું નીચે પડી જવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક મહિલા ઘરની બાલ્કનીમાં ટેબલ પર ચઢી સફાઈ કરતી હતી ત્યારે અચાનક નીચે પટકાયાં હતા અને ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ સમગ્ર બનાવને પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતનાં ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા ઉમિયા ફ્લેટમાં કામ કરતાં આશરે 35થી 40 વર્ષના ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાબતે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પરિવારની પુછપરછ કરી હતી જેમા જાણવા મળ્યુ કે, સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં.
પોલીસે જણાવ્યુ કે, વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલ્કનીમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક આવી ઘટનામાં બનતાં ભારતીબેનના મોતથી પરિવારમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ હતી. સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયાનગર ફ્લેટ નંબર M/2-304ની બાલ્કની સફાઈ કરતા અચાનક મહિલા નીચે પટકાઈ હતી.
જોકે સમગ્ર ઘટના ફ્લેટમાં લગાડવામાં આવેલા CCTVમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં અચાનક એક મહિલા નીચે પટકાતી જોવા મળે છે. ફ્લેટના ત્રીજા માળેથી મહિલા આ રીતે નીચે પટકાતાં સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટના બાબતે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી અને મોતને ભેટેલા ભારતીબેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500