માંડવી તાલુકાનાં મધરકુઈ ગામે દુકાન ફળિયામાં રહેતી મહિલાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મધરકુઇ ગામનાં દુકાન ફળિયામાં રહેતા હંસાબેન ગુરશિંગમાઈ ગામીત નાંઓ રાત્રે પોતાના ઘરમાં અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી તેણીને પ્રથમ સારવાર અરેઠ સરકારી દવાખાને લાવ્યા બાદ વધુ સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયારે તેમનું તારીખ 19/06/2024નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application