સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે કામરેજનાં ઊંભેળ ગામની હદમાં આવેલ વીર તેજાજી હોટેલનાં પાર્કિંગમાં પાર્ક કરેલ એક આઇશર ટેમ્પોમાંથી વિદેશી દારૂની 8304 બાટલીઓ કબ્જે કરી એક ઇસમની અટક કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્યમાં કોઈ જગ્યા પર વિદેશી દારૂની પ્રવુતિઓ ન થાય તે માટે એલ.સી.બી. ટીમે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. ત્યારે સુરત ગ્રામ્ય એલ.સી.બી.માં ફરજ બજાવતા પી.આઇ.ને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઊંભેળ ગામ પાસે આવેલ વીર તે હોટેલના પાર્કિગમાં એક આઇશર ટેમ્પામાં મોટી વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે.
જે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે રેડ કરતા બાતમી વાળો આઇશર ટેમ્પો નજરે ચડ્યો હતો. જે આઇશર ટેમ્પો ચેક કરતા તે માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલ.સી.બી.ની ટીમે રૂપિયા 9.42 લાખનો વિદેશી દારૂ, આઇશર ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 19.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીની અટક કરી ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500