માંડવીનાં ઈસર ગામે મંદિર ફળિયામાં રહેતી 18 વર્ષીય વિધાર્થીનીએ બારડોલી કોલેજમાં એડમીશન નહિ મળતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં ઈસર ગામનાં મંદિર ફળિયામાં રહેતી કુતિબેન સતીષભાઈ ચૌધરી (ઉ.વ.19) જે પોતાના પિતા સતીષભાઈ ચૌધરી સાથે બારડોલી કોલેજમાં એડમીશન લેવા માટે ગઈ હતી. પરંતુ બારડોલી કોલેજમાં એડમીસન ફુલ થઈ ગયું હોવાથી તેને એડમીશન મળ્યું ન હતું. આથી તેણીએ ઘરે આવીને પોતાના ઘરમાં લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો તેણીને 108માં ઝંખવાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application