સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનાં માણસો માંગરોળ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ રેઈડ કરી હતી અને લીડયાત ગામની સીમમાં આવેલ ઇકબાલભાઈના ખેતર સામે આવેલ ખુલ્લા પ્લોટમાં આવેલ હાઈ ટેનશન ટાવરની બાજુમાં ખુલ્લા માંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 300 બોટલ કબ્જે કરી હતી. આમ, પોલીસે ગુના સંદર્ભે વિરલભાઈ ધનસુખભાઈ વસાવા (રહે.લીડયાત ગામ, કોલોની ફળિયું, માંગરોળ) નાને વોન્ટર જાહેર કરી રૂપિયા 40,800/-ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application