Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત

  • December 21, 2022 

પલસાણાનાં વરેલી ખાતે રહેતો યુવક મોટરસાયકલ લઈ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રક ચાલકે યુવકની મોટરસાયકલને અડફતે લેતા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલ પલસાણા તાલુકાનાં વરેલી ગામે વલ્લભ નગરમાં 214 નંબરની રૂમમાં રહેતા પિન્ટુકુમાર નારદ નિશાદ (ઉ.વ.22)નાઓ સોમવારે મોડી રાતે મોટરસાયકલ નંબર GJ/05/GD/9312 પલસાણા ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.




તે દરમિયાન અમદાવાદથી મુંબઈ તરફ જતી પુરઝડપે ટ્રક નંબર HR/55/S/0388નાં ચાલકે મોટરસાયકલને અડફતે લેતા મોટરસાયકલ ચાલક પિન્ટુકુમાર નિશાદને હાથે પગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી કોઈ રાહદારીએ ઇજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકનાં મિત્રએ ટ્રક ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application