ઉમરપાડાના સરવણફોકડી ગામમાં બીમારીથી પીડિત આધેડ મહિલાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચંપાબેન સોમાભાઈ વસાવા (ઉ.વ.૫૮., રહે. સરવણફોકડી ગામ, તા.ઉમરપાડા)એ ચાર મહિના પૂર્વે આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારથી જ તેમની દવા ચાલતી હોવાથી મહિલા માનસિક રીતે કંટાળી ગઈ હતી તેણે લાકડાની દાંડી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો ચંપાબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ ચંપાબેનને મૃત ઘોષિત કર્યા હતા. ઘટના અંગેની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application