પલસાણાનાં કરણ ગામે નવા હળપતિ વસાહતમાં રહેતા રમેશભાઈ સુકરભાઈ રાઠોડ (ઉ.વ.48) નાઓ ગત તા.15 ફેબ્રુઆરીનાં રોજ ઘર નજીક આવેલા આંબાના ઝાડ પર ડાળી કાપવા માટે ચડ્યા હતા. તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં નીચે પટકાતા માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેઓને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા જ્યાં તેમનું ગત તા.24 તારીખનાં રોજ મોડી સાંજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application