Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં નવાકિકવાડ ગામનાં બસ સ્ટોપ પાસે બાઈક અડફેટે આધેડનું સારવાર દરમિયાન મોત

  • June 11, 2023 

બારડોલીનાં મોતા ગામે હોસ્ટેલમાં રહેતાં પૌત્રને મળી પરત ફરી રહેલાં દાદાને બાઇકે અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનવાની વિગત એવી છે કે, સોનગઢનાં ગુનખડી ગામે રહેતાં હાનજી ભાઈ ભેકરિયા ભાઈ ગામીત (ઉ.વ.63) ખેતી કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. તેઓ શુક્રવારે પોતાની એક્ટિવા મોપેડ પર પૌત્રી સ્નેહીકા ને બેસાડી બારડોલીના મોતા ગામે હોસ્ટેલમાં રહેતાં પૌત્ર એવાં સુનેહલ ગામીતને મળવા માટે ગયાં હતાં. દાદા અને પૌત્રી સુનેહલને મળીને બપોરે પરત સોનગઢ તરફ જવા નીકળ્યાં હતાં.


તે દરમિયાન નેશનલ હાઇવેના બારડોલીથી વ્યારા તરફ જતાં રોડ પર આવેલ નવા કિકવાડ ગામના બસ સ્ટોપ પાસે મોપેડ રસ્તાની સાઈડ પર પાર્ક કરી કુદરતી હાજતે જવા માટે રોકાયા હતાં. આ દરમિયાન હાઇવે પર બારડોલી તરફથી આવતી એક એવેન્જર બાઈક નંબર GJ/05/HS/9732નાં ચાલકે પોતાની બાઈક પૂરઝડપે હંકારી એક્ટિવા પાસે ઉભા રહેલાં હાનજીભાઈને અડફેટે લઈ લીધા હતાં. આ અકસ્માતનાં બનાવમાં તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application