સુરત જિલ્લાનાં કોસંબા પોલીસ મથકનાં સ્ટાફને નાઓને સયુંકત રાહે બાતમી મળી હતી કે, ટ્રક સાથેનું કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસ તરફથી ભરીને ભરૂચમાં નેત્રંગનાં કંબોડીયા ગામે જનાર છે. જે બાતમી આધારે પોલીસની ટીમે કોસંબાની હદમાં નેશનલ હાઈવે નંબર-48 પર આવેલ બાલવાસ હોટલની પાર્કિગમાં ઊભેલું કન્ટેનર નંબર MH/04/DK/6396માં તપાસ કરતા કન્ટેનર ખીચોખીચ દારૂની પેટીઓથી ભરેલું હતુ પોલીસે કન્ટેનરમાંથી વિવિધ વિદેશી બ્રાન્ડની 401 પેટીમાં રહેલો 12,780 નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી.
જોકે પોલીસે કન્ટેનર ચાલક શૈલેન્દ્ર રામગોપાલ વિશ્ર્નોઇ (રહે.બિકાનેર, રાજસ્થાન) નાની અટક્યાત કરી પૂછપરછ કરતા ટ્રકમાં મુકેશ વિશ્ર્નોઈ નામના ઇસમે દારૂ ભરી આપ્યો હતો. તેમજ દારૂ ભરેલું કન્ટેનર એક ઈસમ તેને મહારાષ્ટ્રનાં તલાસરી ખાતે આપી ગયો હતો તેમજ આ દારૂ ભરૂચનાં નેત્રંગનાં કંબોડીયા ગામે રહેતો અશોકભાઈ કેસરીમલ માળી નામના ઇસમે મગાવ્યો હતો પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી 20,04,120/-ની કિંમતનો દારૂ તેમજ રોકડ અને કન્ટેનર મળી કુલ 41,17,810/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500