Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસંબા રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે દીપડાનાં બચ્ચાનું મોત

  • June 22, 2024 

કોસંબા રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે દીપડાનાં બચ્ચાનું મોત થયું હતું. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં માંગરોળ, ઉમરપાડા, કામરેજ તાલુકાનાં જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે. તેઓ અવર નવર શિકારની શોધમાં માનવ વસ્તી તરફ ધસી આવી પાલતુ પ્રાણીઓનું ભક્ષણ કરે છે. થોડા જ મહિનાઓમાં રાત્રે કામરેજ હાઈવે પરથી રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યો વાહન અડફેટે અનેક દીપડાના મોત થયા. આજે શિકારની શોધમાં ફરતું કોસંબા રેલવે સ્ટેશન પાસે પાટા ઓળંગવા જતા દીપડાનું બચ્ચું ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજા થતાં મોતને ભેટયું હતું. વાંકલ વન વિભાગના કર્મચારીઓએ મૃત દીપડાનાં બચ્ચાનો કબ્જો લઈ આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application