Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાનાં પીનપુર ગામે આડા સંબંધનાં વહેમમાં પત્નીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર પતિ ઝડપાયો

  • February 16, 2023 

ઉમરપાડા તાલુકાનાં પીનપુર ગામે પતિએ આડા સંબંધનાં વહેમમાં પત્નીને દોરી વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોલીસથી બચવા ખેતરમાં છુપાઇ ગયો હતો અને ભાગી છુટવાની ગોઠવણ કરી રહ્યો હતો. પરંતુ પોલીસની ટીમ હત્યારા પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. મળતી માહિતી મુજબ, પીનપુર ગામનાં આમલી ફળિયામાં રહેતો મહેશ વાડીલાલ વસાવા ઉંમર વર્ષ 31ના લગ્ન માંડવી તાલુકાની નાનીચેર ગામની મનિષાબેન ભીખુભાઈ ચૌધરી સાથે થયા હતા.






જોકે છેલ્લા કેટલાક સમયથી પતિ મહેશ પત્ની ઉપર આડા સંબંધનો શક રાખતો હતો, જેથી અવાર-નવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો અને જમવાનું બનાવવા બાબતે બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી અને ત્યારબાદ પતિએ આડા સંબંધ વહેમના કારણે પત્ની મનીષાની ઘરમાં દોરી વડે ફાંસો આપી હત્યા કરી નાખી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવતા પોલીસે આ દિશામાં કામગીરી શરૂ કરી હતી.





ત્યારે ઉમરપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળી હતી કે, સદર ગુનાનો આરોપી ભાગી છૂટવાની ફિરાકમાં છે અને હાલ ખેતરમાં છુપાયો છે જેને આધારે પોલીસ કર્મચારીઓની ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો. પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી અને હત્યારાને જેલની હવા ખાતો કરી દીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application