સુરતનાં પાંડેસરા ખાતેના આનંદો હોમ્સમાં સોમવારે ચોથા માળે બારી પાસે રમતી પોણા બે વર્ષની બાળકી નીચે પટકાતા મોતને ભેટી હતી. કાળજાના કટકા સમાન પુત્રીના અકાળે મોતથી માતા-પિતાએ હૈયાફાટ કલ્પાંત કર્યો હતો. મળતી માહિતી મુજબ મૂળ ડાંગ જિલ્લાના આહવાનો વતની સોમેલ દીવા પરિવાર સાથે પાંડેસરા સ્થિત આનંદો હોમ્સમાં ચોથા માળે રહે છે. સોમવારે સવારે સોમેલ નોકરીએ નીકળી ગયો હતો. જ્યારે તેની પત્ની ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી.
તે સમયે ઘરમાં રમી રહેલી સોમેલની પોણા બે વર્ષની પુત્રી ક્રિશા બારી પાસે પહોંચી ગઈ હતી અને રમતા રમતા બારીમાંથી નીચે પટકાઈ હતી. ક્રિશા નીચે પડવાને લીધે ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલી બુમાબુમને પગલે માતા ધરમાંથી બહાર દોડી આવી હતી અને ક્રિશાને લોહીલુહાણ હાલતમાં જોઈ હેબતાઇ ગઈ હતી. ક્રિશાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. જોકે તબીબી સારવાર મળે તે પહેલા માસુમ ક્રિશાના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. તબીબોએ માથામાં થયેલી ઇજાને લીધે લોહી વધુ વહી જતા ક્રિશા મોતની ભેટી હોવાનું જણાવતા માતા-પિતાનાં માથે દુઃખનું પહાડ તૂટી પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application