Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પાર્ક કરેલી બે ગાડીઓમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • January 09, 2023 

પલસાણાનાં ઇટાળવા નજીક એક હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી બે ગાડીઓ માંથી ડીઝલની ચોરી કરતા ટ્રક ચાલકો તેમજ વચેતીયાઓને ઝડપી રૂપિયા 12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ પી.આઈ. સહિત પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે પોલીસની ટીમે પલસાણાનાં ઇટાળવા ગામ નજીકનાં નેશનલ હાઈવે નંબર-53 પર આવેલ શ્રીનાથ કાઠિયાવાડી હોટલ પાછળ આવેલા દેવ ભવન બિલ્ડીંગ પાસે રેડ કરતા હાઇવે પર પસાર થતી ટ્રકોને રોકી તેમાંથી ડીઝલ ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.



આમ, ત્રણેય જણા ડીઝલ વેચવા ઉભા હતા જેથી પોલીસે સુરેશ રામદેવ ભામા (મૂળ રહે.સીકર, રાજસ્થાન), હરિઓમ નાથુરામ (મૂળ રહે.ઝાંસી,ઉત્તર પ્રદેશ) અને મહિપાલ મોહનલાલ બોચલિયા (મૂળ રહે.જયપુર, રાજસ્થાન) ત્રણેય (હાલ રહે.શ્રીનાથ કાઠિયાવાડી હોટલ પાછળ, સૂર્યાશી રેસિડેન્સી) નાઓની ધરપકડ કરી હતી. જોકે પોલીસે ઘટના સ્થળેથી તેમની પાસેથી રૂપિયા 7 લાખની કિંમતનો એક આઇશર ટેમ્પો નંબર HR/55/AL/1226 રૂપિયા 5 લાખની કિંમતનો બોલેરો નંબર RJ/14/GJ/5653 તેમજ તેઓએ ગાડી માંથી ચોરી કરેલું રૂપિયા 5,520/-ની કિંમતનું 60 લીટર ડીઝલ મળી કુલ રૂપિયા 12,5,520/-નો માલસામાન કબ્જે કરી ગાડીનાં માલિક દિનેશભાઇ માતા પ્રસાદ યાદવ નાઓ પાસેથી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.




જયારે વધુમાં જાણવા મળ્યું હતું કે, ભાટિયા નજીક કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેકટના સબ કોન્ટ્રાક્ટ ધરાવતી L&T કંપનીમાં આ બંને ગાડીઓ કોન્ટ્રાક્ટર પર ચાલતી હતી બને ગાડીનાં ચાલક દિવસ દરમિયાન એક વાર અહીં હોટલની પાછળ આવી ગાડી માંથી ડીઝલ ચોરી કરી તેમના રૂમમાં સંતાડી રાખતા હતા. ત્યારબાદ મહિપાલ બોચલિયા હાઇવે પર જતી ટ્રક ચાલકોને જરૂરી મુજબનું સસ્તા ભાવથી ડીઝલ નાખી આપતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application