માંડવીનાં કોસાડી ગામે અહેતા ખેડૂત પોતાના ખેતરે પાણી પીવડાવવા ગયા હતા તે દરમિયાન ખેતરમાં ગોઠવેલી ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતાં સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, માંડવીનાં કોસાડી ગામે ચૌધરી ફળિયામાં રહેતા નારસિંગભાઈ ધુતારાભાઈ ચોધરી ગત તારીખ 9 જૂનનાં રોજ મંદિર ફળિયામાં દૂધ ડેરી ઉપર સાયકલ લઈ દૂધ ભરવા ગયા હતા. જોકે રોજીનાં કામ પ્રમાણે ડેરીથી ખેતરે ગયા હતા. ઘટનાનાં દિવસે નારસિંગભાઈ મોડી રાત સુધી ઘરે ન આવતા એમનો પુત્ર સોધવા નીકળ્યા હતા ખેતરે પહોચતા પિતાને દાઝેલી હાલતમાં પડેલા જોતાં ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ સ્વજનોને તેમજ 108ને જાણ કરી સારવાર અર્થે બારડોલી તથા સુરત ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application