લગ્ન પ્રસંગમાં જવા મોપેડ પર નીકળેલા હીરાદલાલ અને તેમની પત્નીને પુણા કેનાલ રોડ પર ટેમ્પોએ અડફેટે લેતાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પુણા ગામ સરીતા વિહાર સોસાયટી ખાતે રહેતા ભદ્રેશ કપુરીયા (ઉ.વ.52) હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે ભાણેજનાં લગ્ન હોવાથી સોમવારે સાંજે ભદ્રેશભાઈ અને તેમની પત્ની લીનાબેન (ઉ.વ.50) સંગીતના કાર્યક્રમમાં જવા માટે ઘરેથી મોપેડ પર નીકળ્યા હતા.
તે સમયે પુણા કેનાલ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પુરઝડપે પસાર થતાં એક અજાણ્યા ટેમ્પો ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લીનાંબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ભદ્રેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application