બારડોલી નગરમાં વ્યાજખોરીનાં ઘણા ગુનાઓ નોંધાયા છે જયારે તાજેતરમાં નગરની એક મહિલા સામે વ્યાજખોરીનું ઊચું વ્યાજ વસૂલવાની અને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ઈસમને માનસિક ત્રાસ આપવા બાબતે બારડોલી પોલીસ મથકે યુવકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલીનાં કેસરકુંજ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર મગનલાલ ઈટવાલા મકાન લે-વેચનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે નિલેશભાઈની બારડોલીનાં ખોડિયાર નગરમાં ઘર નંબર-138માં રહેતા ભાવનાબેન સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ નિલેશભાઈને પૈસાની જરૂર પડતાં ભાવનાબેન પાસે રૂપિયાની માંગણી કરી હતી.
જેથી ભાવનાબેનએ તારીખ 1/8/2017નાં રોજ 5 ટકાનાં વ્યાજે રૂપિયા 2.50 લાખ રૂપિયા નિલેશભાઈને આપ્યા હતા. જેનું 11 મહિના રેગ્યુલર વ્યાજ રૂપિયા 1,37,500/- નિલેશભાઈએ ચુકવ્યા બાદ ફરી પૈસાની જરૂર પડતાં નિલેષ ભાઈએ 5 ટકાનાં ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. આમ, છૂટક-છૂટક નિલેષ ભાઈએ રુઈયા 7.50 લાખ રૂપિયા ભાવનાબેન પાસે 5 ટકાનાં વ્યાજે લીધા હતા અને સિક્યુરિટી પેટે તેઓએ પોતાના ચેક અને સ્ટેમ્પ પેપર પર પ્રોમિશરી નોટ લખી ભાવનાબેનને આપી હતી.
જેમાં નિલેશભાઈએ વ્યાજ અને મુદ્દલ મળી અત્યાર સુધી કુલ રૂપિયા 19.92 લાખની ચુકવણી કરી હોવા છતાં ભાવનાબેને નિલેશભાઈ પાસે વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. જેથી નિલેશભાઈએ તમારો હિસાબ ચૂકતે થઈ ગયો છે. હવે તમને આપવા મારી પાસે પૈસા નથી. એમ જણાવતા ભાવનાબેને નિલેશભાઈનાં ચેક બેંકમાં નાંખવાણી ધમકી આપીરૂપિયા 6.50 લાખની માંગણી કરી સોશિયલ મીડિયા પર મેસેજ કરું તેવું જણાવ્યું હતું અને નિલેષભાઈને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે નિલેશભાઈએ સમગ્ર હકીકત બારડોલી પોલીસ મથકે જણાવતા પોલીસે વ્યાજખોર ભાવનાબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500