Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સચિનનાં સુડા સેક્ટરમાં ગણેશ મંડપ પાસે બાળકને કરંટ લાગતાં મોત નિપજ્યું

  • September 25, 2023 

સુરત શ્હેરનાં સચિન વિસ્તારના સુડા સેક્ટરમાં ગણેશ મંડપ પાસે 13 વર્ષીય બાળકને વીજ વાયર એડી જતા મોતને ભેટયો હતો. નવી સિવિલથી મળેલ વિગત મુજબ, સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર મહેતા સંજય કુમાર મહંતોનો 13 વર્ષીય પુત્ર સુરજ સહિતના બાળકોએ ઘર પાસે નાનો મંડપ બનાવી ગણપતિ બાપ્પાની નાની મૂર્તિનીની સ્થાપના કરી હતી. જોકે શનિવારનાં રોજ રાત્રે મંડપ પાસે બાળક રમતો હતો. તે સમયે બાળકનો પગ વીજ વાયરને અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો. જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો હતો.


જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કોઈના ઘરમાંથી ગણેશ મંડપમાં વાયર લંબાવી વીજ લાઈટ શરૂ કરી હતી. જોકે તે વાયરને બાળક પડી જતા કરંટ લાગતા મોત થયું હતું. જ્યારે સુરજ મૂળ ઉત્તરપ્રદેશના સીતામઢીનો વતની હતો. તે સચિનની શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો તેનો એક ભાઈ છે. તેના પિતા સચિનની કંપનીમાં સિક્યુરિટી ફરજ બજાવે છે. ઘટના અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application