Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા બારડોલી રોડ પર બાંધકામ સાઈટ પર બાળક પાણીનાં ખાડામાં પડી જતાં મોત

  • February 25, 2023 

પલસાણા તાલુકામાં કડોદરા બારડોલી રોડ પર આવેલ સર્વોત્તમ હોટલની પાછળ નિર્માણ આધીન સ્કાયસીટી સોસાયટીની બાંધકામ સાઈટ પર રહેતા અને સાઈટ પર મજુરી કામ કરતા જીતેન કમલેશ મોરી અને પત્ની રંગીતાબેન (મૂળ રહે. એમપી) ગુરુવારનાં રોજ રાબેતા મુજબ દંપતી સાઈટ પર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો 8 વર્ષીય બાળક હસમુખ નજીક રમી રહ્યો હતો અને 1 વાગ્યે દંપતી બાળકને રમતું મૂકીને જમવા બેઠું હતુ અને જમીને ફરી સાઇટ પર કામે આવ્યું હતું.







ત્યારે બાળક નહિ મળતા આસપાસ શોધખોળ કરી હતી 3 કલાકની શોધખોળ બાદ તેઓની નજર સાઇર પર બનાવેલા પાણીના ખાડામાં ગઈ જ્યાં તેઓનો પુત્ર હસમુખ પાણીમાં ડૂબેલો મૂર્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે પલસાણા પોલીસને જાણ કરતા પલસાણા પોલીસની ટીમ બાળકની કબ્જો મેળવી પ્રાથમિક તપાસ કરતા બાળક રમતા રમતા અકસ્માતે ખાડામાં પડ્યું હોવાનું ઘતીટ થયું હતુ પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application