બારડોલી તાલુકાનાં મઢી ખાતે બેડી ફળિયામાં વર્ષો પહેલા બાપ દાદાનાં સમયમાં જમીન માલિકની જમીનમાં કાચુ મકાન બનાવીને રહેતા હતાં. ત્યારબાદ મકાન બનાવી તેની સાથે તબેલો પણ બનાવી દીધો હતો. જમીન માલિક દ્વારા માપણી કરાવી દબાણ કર્યું હોવાનું સાબિત થયું હોવા છતાં જમીન ખાલી ન કરતાં જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવ્યો છે. મળતી માહિતી અનુસાર, મઢી બેડી ફળિયામાં ઘેલાભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે રહી પશુપાલન કરી ગુજરાન ચલાવે છે.
જોકે ખંડુભાઈનાં પિતા હયાત હતાં ત્યારે દિલીપભાઈ ચૌધરીનાં દાદા મકનભાઈએ કાચુ છાપરુ બનાવી રહેતા હતાં. મકનભાઈ ખંડુભાઈનાં પિતા ઘેલાભાઈ બંનેનું મૃત્યુ થયુ છે. ત્યારબાદ મકનબાઈનો દીકરો મંગુભાઈ ત્યાં રહે છે. મંગુભાઈનાં મરણ બાદ તેમના ત્રણ દિકરા ત્યાં રહેતા હતાં. તે પૈકી બે દીકરા જતા રહ્યા હતાં.
પરંતુ દિલીપભાઈએ ઝુપડાની જગ્યાએ 20 વર્ષ અગાઉ મકાન બનાવી દીધુ હતું. સાથે સાથે ઢોર બાંધવા માટે કોઢાર પણ બનાવી દીધુ હતું. જે ખંડુભાઈની જમીનમાં દબાણ કર્યુ હતું. જે અંગે દિલિપભાઈને જણાવતાં નિકાલ આવ્યો હતો. 2004માં સરકારી રાહે માપણી કરાવતા દિલીપભાઈએ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
તેમજ ખંડુભાઈ દ્વારા દિલીપભાઈને જમીન ખાલી કરવાનું કહેવા છતાં ખાલી ન કરતાં કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. જે અનુસંધાને મામલતદારે જમીનની માપણી કરતાં દબાણ કર્યું હોવાનું બહાર આવતાં રૂલર પોલીસ દ્વારા દિલીપભાઈ ચૌધરી તથા તેના બંને પુત્ર વિશાલ અને વિમલ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500