Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટનાં વેપારી સાથે છેતરપિંડી કરનાર 8 વેપારીઓ સામે ગુનો દાખલ

  • March 02, 2023 

સુરતનાં રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટના પ્રિયા ક્રિએશનમાંથી વીતેલા દસ મહિનામાં તબક્કાવાર કુલ રૂપિયા 3.70 કરોડનું કાપડ ખરીદી માત્ર રૂપિયા 1.28 કરોડનું પેમેન્ટ ચુકવ્યા બાદ બાકી રૂપિયા 2.42 કરોડના પેમેન્ટ માટે ધક્કે ચડાવી અમારે કોઇ પેમેન્ટ આપવાનું થતું નથી એમ કહી હાથ ઉંચા કરનાર દલાલ સહિત 9 વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.








મળતી માહિતી મુજબ, રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટમાં પ્રિયા ક્રિએશન નામે ભાગીદારીમાં કાપડનો ધંધો કરતા નિર્મલ રામપ્રસાદ શરાફ (ઉ.વ.54, રહે.શ્રીહરિ એપાર્ટમેન્ટ,પીપલોદ) એ કાપડ દલાલ રાકેશ પાટીલ, ઉધના-ઉદ્યોગનગરના અવધ ક્રિએશનના ભરત ઉકાભાઇ હડીયા, સગરામપુરાના કે.કે ટાવરના ગૌરવ ક્રિએશનના કૈલાશચંદ્ર, કોહીનુર ટેક્સટાઇલ માર્કેટના કે.બી.જે ગ્રૃપના નરેન્દ્ર હરીશંકર પાઠક, ઉધના ઉદ્યોગનગરની મહાલક્ષ્મી ટેક્સટાઇલના ભોલારામ અને તીરૂપતી સિલ્ક મીલ્સના રાજનકુમાર વર્મા, કોહીનુર માર્કેટના પૂજા ક્રિએશનના પરેશ સી. પંચાલ, સુપર ટેક્સ ટાવરની સિધ્ધા વિનાયક ફેબ્રીક્સના સંતોષ ભાસ્કર ઇઝાવા, બેગમવાડીના ભવાની ચેમ્બરના ઝૈદ ટેક્સટાઇલના મોહમદ ઝાકરીયા ગુલામ કાપડીયા વિરૂધ્ધ રૂપિયા 2.42 કરોડની ઠગાઇની ફરીયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાવી છે.







ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2022માં દલાલ રાકેશ પાટીલે મારા સંર્પકમાં મોટી પાર્ટીઓ છે અને સમયસર પેમેન્ટ ચુકવી આપશે એમ કહી ઉપરોકત અલગ-અલગ પેઢીના માલિકોને તબક્કાવાર કુલ રૂપિયા 3.70 કરોડનું કાપડનો માલ અપાવ્યો હતો. શરૂઆતમાં ખરીદેલા કાપડના પેમેન્ટ પેટે ઉપરોકત વેપારીઓએ કુલ રૂપિયા 1.28 કરોડનું પેમેન્ટ ચુકવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application