Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસંબા હાઈવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું

  • June 30, 2024 

કોસંબા હાઈવે પર બેકાબુ બનેલી કાર હાઇવાની પાછળ ધડાકાભેર કાર અથડાતા ઉધનાનાં આઘેડનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હેમંતભાઈ કંચનલાલ જરીવાલા (ઉ.વ.66., રહે.ઉધના, સુરત) પોતાની વેગેનાર કાર નંબર GJ/05/AR/7729 લઈ કોસંબા નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન હેમંતભાઈએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર હાઈવેની સાઈડે ઉભેલા હાઇવા ડમ્પર નંબર DD/01/L/9395ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક હેમંતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application