સુરત જિલ્લાનાં નવી પારડી ગામની સીમમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ચરી રહેલ ભેંસનું કરંટ લાગતાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સિધ્ધાભાઈ જીવણભાઈ ભરવાડ પોતાની ભેંસોને નવી પારડી ગામની સીમમાં ગૌચરની ખુલ્લી જગ્યામાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન જાફરી જાતની એક ભેંસ ત્યાં આવેલા જીઈબીનાં થાંભલાનાં તગીયા સાથે અડી જતા કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પશુપાલક સિધ્ધાભાઇએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application