Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

FIR : યુવકે એકલતાનો લાભ લઇ 8 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો, બાળકીની માતાએ યુવક સામે પોલિસ ફરિયાદ નોંધાવી

  • August 03, 2022 

સુરત જિલ્લાના માંડવી તાલુકાના રખસખડી ગામના 21 વર્ષીય યુવાને 8 વર્ષની બાળકી કે જે પોતાના ઘરે ટીવી જોતી હતી અને ઘરમાં અન્ય સભ્યોની ગેરહાજરી હતી ત્યારે યુવાન એકલતાનો લાભ લઇ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ ઘટના દરમિયાન ઘરે દાદી અચાનક આવી જતા આખી ઘટના બહાર આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માહિતી અનુસાર માંડવી તાલુકાના રખસખડી ગામે રહેતો યુવાન નિકુંજ ચૌધરી (ઉ.વ.21) કે જેઓ ભોગ બનનાર બાળકીના ઘર તરફ સતત ધ્યાન આપતો અને આવતો જતો હતો.




જોકે છેલ્લા ઘણા સમયથી નિકુંજ બાળકીના ઘરે આવતો રહેતો અને હાલમાં કેટલાક સમયથી બાળકીના માતા-પિતા તથા દાદા-દાદી ઘરની આજુબાજુમાં આવેલ ખેતરમાં કામ કરવા જતા તે દરમિયાન નિકુંજ આવતો હતો. ઘટનાના દિવસે પણ નિકુંજ બાળકીના ઘરે આવી બાળકી ઘરમાં એકલી જ હોય જે એકલતાનો લાભ લઇ શરીર સંબંધ બાંધ્યો હતો.




જયારે દુષ્કર્મ દરમિયાન બપોરના સમયે દાદી ખેતરથી ઘરે આવતા નિકુંજ અને બાળકીની હાલત જોતા ચોકી ઉઠ્યા હતા. પરિવારજનોને આખી ઘટનાની જાણ થતા ભોગ બનનાર બાળકીની માતાએ માંડવી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે ગુનો નોંધી આગળની આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application