બારડોલીના સુગર ફેક્ટરી ગરનાળા પાસે ટેમ્પોમાંથી પડી જતાં એક યુવકનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે રહેતો શેરૂ પીર મોહમ્મદ રાયન તેના ફળિયામાં રહેતા નિશારઅલી મુનાવરઅલી રાયન સાથે ટેમ્પો ગત તા.4 ઓગસ્ટનાં રોજ ટેમ્પોમાં શાકભાજી વેચવા માટે ગયો હતો.
તે સમયે નિશારઅલીએ ટેમ્પો પુરઝડપે અને ગફલતભાઈ રીતે હંકારી લાવતા બારડોલીના સુગર ફેક્ટરી ગરનાળા પાસે શેરૂ ટેમ્પો માંથી નીચે પડી ગયો હતો. જેથી માથામાં ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે બારડોલીની સરદાર હોસ્પિટલ બાદ સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકાની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક નિશારઅલી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application