સુરત LCB અને પેરોલ ફર્લો શાખાનાં અધિકારી અને કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતીને નાબુદ કરવા બાબતે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કશ બાતમી મળી હતી કે, અબ્રામા ગામ ખાતે અબ્રામાથી સુરત વરાછા તરફ જતા રોડની બાજુમાં સંમજુબા ફાર્મ હાઉસની બાજુમાં ખેતરાડીના કાચા રસ્તા પાસે અબ્રામા ગામ ખાતે ટાંકી ફળીયામાં રહેતો નેહલ બશીર બેલીમનાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારી રાખેલ છે અને પ્રોહી મુદામાલ પાસે તેનો માણસો બેસાડી રાખેલ છે અને વાહનોમાં ભરીને સગેવગે કરનાર છે.
જે ચોકકસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ પોલીસની એક ટીમે રેઇડ કરતા પોલીસને સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નંગ 1092 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,65,600/- હતી. જોકે મોહમદ સોહેલ સલીમ સૌયદ (રહે.કઠોર ગામ, ગુલિસ્તાન નગર, કામરેજ) નાની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા નેહલ બસીર સહિત તેમાં 3 સાગરીતને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશનનાં ગુના હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે કામરેજ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500