પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની હદમાં આવેલ વિષ્ણુ પ્રિયા મિલમાં એક બનાવ સામે આવ્યો હતો જેમાં શનિવારનાં રોજ સાંજના સમયે મિલમાં ફરજ પર હાજર ત્રિવેણી બુદ્ધિમંત મહતોં (ઉ.વ.35) મિલમાં બીજા માળે કામ કરી રહ્યા હતા. ત્યારે મિલનાં બીજા માળેથી નીચે પટકાયા હતા જે દરમિયાન તેમને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application