સુરતનાં કોસંબા વિસ્તારમાંથી નંદાવ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલાની ધરપકડ કરી પોલીસે ઘરમાંથી રૂપિયા 73,200/-નો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCBની ટીમ કોસંબા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંદાવ ગામે રાજપુત ફળિયામાં રહેતી લિસ્ટેડ બુટલેગર દિવાળીબેન બાલુભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.
જે પૈકી અડધો જથ્થો તેના ઘરમાં અને બીજો જથ્થો તેના ઘરની બાજુમાં આવેલ દિનેશભાઈ વસાવાનાં કાચા મકાનનાં માળિયા પર છુપાવેલો છે. જે બાતમીને આધારે રેડ કરતા પોલીસને સ્થળ પરથી 600 નંગ વિદેશી દારૂ ભરેલી બોટલ કિંમત રૂપિયા 73,200/- તેમજ 1 નંગ મોબાઇલ મળી રૂપિયા 73,700/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આમ પોલીસે લિસ્ટેડ બુટલેગર દિવાળીબેન બાલુભાઇ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે લક્ષ્મીબેન ઉર્ફે લચ્છુબેન રાકેશભાઈ વસાવા, માલ મોકલનાર સહદેવ ઉર્ફે સીટીયો તેમજ માલ આપવા આવનાર કાર ચાલક અને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500