સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં જોળવા પાટિયા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની સામે અચાનક બાઇક સવાર આવી જતા ટ્રકનાં ચાલકે બ્રેક મારતા પાછળ ચાલી રહેલ રીક્ષા ટ્રકમાં અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મહિલાઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, બારડોલીથી સુરત નેશનલ હાઇવે પર ટ્રક નંબર GJ/16/AV/8145 પસાર થઈ રહી હતી.
તે દરમિયાન પલસાણા તાલુકાનાં જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક એક બાઇક સવાર આવી ગયો હતો. ત્યારે ટ્રકનાં ચાલક ભુપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી હતી. જેમાં ટ્રકની પાછળ ચાલતી રીક્ષાનો ચાલક બ્રેક મારે તે પહેલાં તો રીક્ષા ધડાકાભેર અથડાઈ હતી. જેથી આ અકસ્માતમાં રીક્ષાનાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે રીક્ષામાં સવાર મહિલા સુધાબેન અને મંજુબેનને ઈજાઓ થતાં 108ની મદદથી ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application