સુરત શહેરમાં રહેતા અને ઓળપાડના ઉમરા ગામે ઇન્ડસ્ટ્રીઝમાં કપડાંની ફેકટરી ચલાવતા આધેડ પોતાના ઘરેથી રોજ દૂધ લેવા માટે ઓલપાડનાં ઉમરા ગામે પોતાના ફાર્મ હાઉસ પર આવે છે. જોકે વિસર્જનના દિવસે દૂધ લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઉમરા ગામની સીમમાં વિસર્જન યાત્રામાં ડાંગ લઈ રસ્તા વચ્ચે ઉભેલા યુવાનને કાર ચાલકે બાજુમાં ખસવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવક અને તેના ત્રણ મિત્રોએ લાકડા વડે ગાડીના બંને કાચ તોડી કાર ચાલકને માર મારતા કાર ચાલક ત્રણ યુવક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીનાં અને હાલ સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં ગજેરા સ્કુલની બાજુમાં આવેલ લક્ષ્મી સોસાયટીનાં મકાન નંબર-85માં રહેતા શિવલાલભાઈ રાઘવભાઈ લાખાણી (ઉ.વ.55) નાઓ ઓલપાડ તાલુકાનાં ઉમરાગામ ખાતે અંજની ઇન્ડસ્ટ્રીમાં શ્રીરામ નામની કાપડની ફેક્ટરી ચલાવે છે અને ઉમરા ગામે અંબાવેલી સોસાયટીની બાજુમાં લાખાણી નામનું ફાર્મ ધરાવે છે.
જોકે તે ફાર્મમાં ગૌશાળા પણ છે જયારે ગત તા.9 સપ્ટેમ્બરમાં ગણેશ વિસર્જનના રોજ શિવલાલભાઈ લાખાણી પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ/05/RC/4080 લઈ રાબેતા મુજબ પોતાના ઘરેથી ઓલપાડ ખાતેના પોતાના ફાર્મ પર દૂધ લેવા માટે નીકળ્યા હતા અને દૂધ લઈ પરત આવી રહ્યા હતા.
તે સમયે ઉમરાગામની સીમમાં રસ્તે વિસર્જન યાત્રામાં એક યુવાન હાથમાં ડાંગ લઈ ઊભો હતો જે યુવાનને શિવલાલભાઈએ કારમાંથી હોર્ન મારી બાજુમાં ખસી જવા અને પોતાની ગાડી જવા દેવા માટે જણાવ્યું જેથી યુવાન શિવલાલભાઈ પાસે આવી "તમે હોન કેમ માર્યો" એમ કહી કારના આગળના કાચપર ડાંગ મારી કાચ તોડી નાખ્યો હતો.
તેમજ તે સમયે અન્ય બે યુવાનો પણ આવી ચઢતા આ ત્રણે મળીને શિવલાલભાઈ લાખાણીને માર માર્યો હતો અને માથામાં ડાંગ મારી ઇજા પહોંચાડી હતી અને કારના કાચ તોડી નુકશાન કર્યું હતું જેથી શિવલાલભાઈ કાર ત્યાં જ મૂકી ભાગી છુટ્યા હતા અને નજીકના દવાખાનામાં સારવાર કરવી હતી બાદમાં શિવલાલભાઈને જાણવા મળ્યું હતું કે, ઝગડો કરનાર પૈકીના ત્રણેય ઈસમો ઉમરાગામે રહેતા ભાવિન સતિષભાઈ વસાવા, રાજ યોગેશભાઈ રાઠોડ અને શૈલેષ રમેશભાઈ ગામીત હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે શિવલાલભાઈએ હુમલો કરનાર ત્રણેય વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500