બારડોલી નગરનાં શિવાજી ચોક નજીક રુદ્ર એરિસ્તા નામનું બિઝનેબ હબ બની રહ્યું છે. જેના પાછળનાં ભાગે જીવલેણ ઘટના બની હતી. જેમાં બાબેન વંદના નગરનો રહેવાસી પ્રવીણભાઈ અપ્પાભાઈ રામરાજે (ઉ.વ.40) વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. જોકે કોઈક કારણસર ઘટના સ્થળે તેઓને વીજ કરંટ લાગ્યો હતો. તેમજ વીજ કરંટ લાગતા સાથી કામદારો દોડી આવ્યા હતા અને ત્વરિત નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા.
પરંતુ પ્રવીણભાઈને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સિક્યુરિટી સુપર વાઇઝરે બારડોલી ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application