એલ.સી.બી અને પેરોલ ફર્લો શાખાનાં કર્મચારીઓ અલગ અલગ ટીમ બનાવી વોન્ટેડ આરોપી પકડી પાડવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તે દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલસાડ જિલ્લાનાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનાં વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અજય મનહરભાઇ માછી (રહે.દેરોદ ગામ, કોલોની ફળીયું, કામરેજ) નાને બલેશ્વર પાટીયા પાસે બેસેલ છે. જે બાતમીનાં આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બલેશ્વર ગામ પાટીયા પાસે જઇ પકડી પાડી તેની પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી માટે આરોપીને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application