Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પ્રોહીબિશનનાં ગુનાનો વોન્ટેડ આરોપી ચલથાણથી ઝડપાયો

  • November 29, 2022 

સુરતનાં પલસાણા પોલીસ મથકનાં પ્રોહીબિશનનાં ગુનાનાં વોન્ટેડ આરોપીને કડોદરા GIDC પોલીસે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ચલથાણ ગામની સીમમાંથી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા GIDC પોલીસ મથકનાં સ્ટાફને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે પલસાણા પોલીસ મથકમાં દાખલ થયેલ પ્રોહીબિશનનાં ગુનાનો વોન્ટેડ આરોપી હિમાંશુ મનોજ રાય કે જે ચલથાણ ગામની સીમમાં સૂર્યા પેટ્રોલ પંપની સામે રોડ પર જાહેરમાં ઉભેલો હતો જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application