ઉમરપાડા પોલીસ મથકનાં માણસો ઝંખવાવ પોલીસ મથકમાં નોંધેયલા વિદેશી દારૂનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલી બાતમી આધારે વોન્ટેડ આરોપીને ઝડપી તેની કાર તપાસ કરતા તેમાંથી 30 હજારથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરતનાં છેવાડે આવેલા ઉમરપાડા પોલીસ મથકના ઝંખવાવ ખાતે નોંધેયલા વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી રવો ઉર્ફે રવિન્દ્ર કુમાભાઈ રૂપજીભાઈ વસાવા (રહે.બલાલ કુવા મોટું ફળિયું, ઉમરપાડા) નાઓને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી હતી.
તે દરમિયાન સયુંકત રાહે બાતમી મળી હતી કે, રવિ ઉર્ફે રવિન્દ્ર તેના કબજાની મારુતિ સુઝુકી અલ્ટો ગાડી નંબર GJ/06/DG/3962 લઈ વિદેશી દારૂનો જથ્થો ભરીને વાડી ગામે રહેતા વિદેશી દારૂનો ધંધો કરતા રણજીત સોમાભાઈ વસાવાને ત્યાં આપવા માટે નીકળ્યો છે જેવી ચોક્કસ બાતમી મળતા પોલીસની એક ટીમે તેમે રસ્તામાંથી ઝડપી કાર માંથી વિદેશી દારૂના 288 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 30 હજારની કિંમતની દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ રણજીત વસાવા અને રાહુલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application