Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • September 19, 2022 

સુરત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામા આવેલ હતી. તે સમયે પેટ્રોલીંગ દરમિયાન બાતમીનાં આધારે કામરેજ તાલુકાનાં સેગવા ગામ બસ સ્ટેન્ડ પાસે ખાતેથી આરોપી હાર્દિકકુમાર ઉર્ફે પચ્ચી ઉર્ફે સોનીયો જશવંતભાઇ મૈસુરીયા નાને ઝડપી પાડ્યો હતો.




જોકે આ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ આરોપી ગત તા.11 જૂનનાં રોજ બારડોલીનાં અસ્તાન ગામે આવેલ દિવ્ય દર્શન સોસાયટીનાં પાછળના ભાગેથી ઝડપાયેલા વિદેશી દારૂની કુલ 284 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 31,260/- હતી અને જે ગુનામાં વોન્ટેડ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application