સુરત LCB પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરવામા આવ્યું હતુ. તે દરમિયાન LCB અને પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ માણસો કામરેજ તથા કડોદરા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
તે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ સ્ટેશન બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનામા નાસતા ફરતા આરોપી રાકેશભાઇ મંગાભાઇ રાઠોડ (રહે.પાલીગામ, 44 ગાળા ફળીયુ, કામરેજ)નાનો હાલમાં પાલીગામમા ગુજરાતી સ્કુલની બાજુમા આવેલ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે.
તેમજ જેણે શરીરે સફેદ કલરનુ આખી બાયાનુ શર્ટ તથા કમરે કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. જે બાતમીનાં આધારે રાકેશભાઇ મંગાભાઇ રાઠોડ (રહે.પાલીગામ, 44 ગાળા ફળીયુ, કામરેજ) નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500