સુરતનાં બારડોલી તાલુકાનાં તેન ગામે ગૌ રક્ષકની એક ટીમે ભેંસ ભરેલા ટેમ્પાની ભાળ મળતા તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસે ટેમ્પો તપાસતા ટેમ્પો પાછળથી એક યુવક મળી આવ્યો હતો અને ટેમ્પામાં ગીચોગીચ 14 ભેંસ ભરેલી હોવાનું બહાર આવ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.9નાં રોજ બારડોલી પોલીસને ગૌ રક્ષકોએ ફોન કરી તેન ગામે બોલાવ્યા હતા.
જ્યાં તેઓએ શંકાસ્પદ હાલતમાં પકડેલી આઇસર ટેમ્પો નંબર GJ/06/TT/7911ની પાછળ તપાસ કરતા ટેમ્પામાંથી એક ઈસમ જેનું નામ રફિક ઉસ્માઇલ મલેક (ઉ.વ.28, રહે.આંતીગામ તા.પાદરા જી.વડોદરા)નો મળી આવ્યો હતો. જોકે તેને ઉતારી ટેમ્પાનાં પાટિયા ખસેડી જોતા ટેમ્પામાં ક્રુર રીતે 14 ભેંસને બાંધેલી મળી આવી હતી.
જોકે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, શાહરુખ નામનો ટેમ્પો ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતુ પોલીસે તમામ ભેંસોને માણેકપોર ખાતે બનાવેલ પાંજરાપોળમાં મોકલી આપી 14 ભેંસ કિંમત 2.80 લાખ તેમજ 3 લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ડ્રાઇવર શાહરુખ તેમજ શકીલ રસુલ ખાન અલબીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રાણી પ્રત્યેની ઘાતકી પણાના એકટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500