સુરતનાં ઓલપાડ તાલુકાનાં કીમામલી ગામે મજૂરી કામ કરતી એક વિધવા મહિલાને ગળામાં તિક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરીને અજાણ્યો હત્યારો લાશ ખેતરમાંથી ફેંકી ભાગી ગયો હતો. હત્યાની ઘટનાથી ગામમાં ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ, ઓલપાડનાં કીમામલી ગામે મોટું ફળિયું નવા હળપતિ વાસમાં રહેતી કોકિલાબેન ભાઈલાલભાઈ રાઠોડ (ઉ.વ.45) વિધવા મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ ગામમાં આવેલ સુનિલ પટેલના ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
જોકે ઘરેથી મજૂરી કામ અર્થે નીકળેલી કોકિલાબેન ખેતરમાં કામ કરતી હોય, તે સમયે કોઈક અજાણ્યાંએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે લોહીલુહાણ કરી હત્યા કરીને ભાગી ગયો હતો. સ્થાનિકો દ્વારા સાંજના સાડા ચાર વાગ્યાનાં અરસામાં કીમામલી ગામે આવેલ સુનિલ પટેલનાં ખેતરમાં લાશ પડી હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. જેથી તેઓ સ્થળ પર પહોંચતા ઘાસના પુડાની બાજુમાં કોકિલાબેનની ગળામાંથી લોહી નીકળતી લાશ જોતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઘટના અંગે કીમ પોલીસને જાણ થતાં કીમ PI સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાય હતી તેમજ કીમ પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application