બારડોલીનાં તેન ગામનાં સહયોગ નગર સોસાયટી અને મારુતિ કોમ્પ્લેક્સમાં અને બારડોલીની સાઈ ક્રિષ્ના સોસાયટીમાં ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે આ તસ્કરો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં તેન ગામે આવેલા મારુતિ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર-201નું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. જોમે આ ફ્લેટ ચાર વર્ષથી બંધ હોય કઈ હાથ લાગ્યું ન હતું.
જ્યારે સહયોગ નગર સોસાયટીમાં રહેતા રમણભાઈ કેસૂરભાઈ ચૌહાણ તેમની પત્નીનું ઓપરેશન કર્યું હોય ઘર બંધ કરી બાબેન ખાતે રહેતા પુત્ર હેમંતને ત્યાં રહેવા ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તસ્કરો કબાટમાં મુકેલ 3 જોડી સોનાની બુટ્ટી, 1 સોનાની ચેન, એક વીંટી અને રોકડા રૂપિયા 25 હજારની મત્તા ચોરી કરી ગયા હતા.
જોકે તસ્કરોએ બારડોલીનાં સાઈ ક્રિષ્ના સોસાયટીને પણ નિશાન બનાવી હતી. હાલ અમેરિકામાં રહેતા રાજેન્દ્ર જોશીના બંગ્લા નંબર સી-28નાં મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ ઘર બંધ હોવાથી તસ્કરોએ ખાલી હાથે પરત ફર્યા હતા.
આ ઉપરાંત સામેનાં જ સી-71માં બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘરમાં સુતેલી યુવતી જાગી જતા તસ્કરો અને યુવતી સામસામે થઇ જતા તસ્કરો નાસી છૂટ્યા હતા. જયારે આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500