સુરતનાં પલસાણા તાલુકાનાં સોયાણી ગામનાં બ્લોક નંબર-152 પર આવેલ મેન્યુફેક્ચરિંગ વર્કર્સ નામની કંપનીમાં ગત તા.20 ઓગસ્ટનાં રોજ મળસ્કે 3 વાગ્યાના અરસામાં કંપનીનાં મેઈન ઓફીસમાં તસ્કરો ઘુસી જઈ ઓફિસની ફાઈલો અસ્તવ્યસ્ત કરી નાખી હતી.
તેમજ ઓફિસમાં રહેલ પૈસાની તિજોરી ઊંચકી લઈ ગયા હતા. જોકે કંપનીનાં વોચમેને બીજા દિવસે મેનેજર મનીષભાઈ નવીનભાઈ દેસાઈ (રહે.પેરિસ ફળિયું, કોસમાડા, તા.કામરેજ) નાઓને ફરિયાદ કરતા મેનેજરે ઓફિસ બહાર લગાવેલા CCTV કેમરાની ફૂટેજ તપાસતા ગત તા.20 ઓગસ્ટનાં રોજ મળસ્કે 3 થી 5 વાગ્યાના સમયે બે અજાણ્યા તસ્કરો મોઢે રૂમાલ બાંધી આવે છે.
તેમજ ઓફિસમાં ફાઈલો આમથી તેમ કરી તિજોરી ઊંચકી ઓફિસ બહાર લઈ જતા દેખાઈ આવ્યા હતા મેનેજરે ફેકટરી બહાર તપાસ કરતા મુખ્ય રસ્તે તિજોરી લોક તૂટેલી હાલતમાં મળી આવી હતી તેમજ તેમાં મુકેલ પગાર માટેના રૂપિયા 1.5 લાખની રોકડ તસ્કરો લઈ ભાગી છૂટ્યા હતા.
ઘટના અંગે મેનેજરે પલસાણા પોલીસ મથકના ફરિયાદ કરી હતી ફરિયાદની તપાસ પલસાણા પી.એસ.આઈ. નાઓ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં પોલીસ CCTV કેમરાની ફૂટેજની મદદથી અલગ અલગ ટિમ બનાવી તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500