પલસાણાનાં ચલથાણ ગામેમાં ખરીદી કરી પગ પાળા ઘરે જતી મહિલાને રસ્તામાં અજાણ્યા ઈસમો ભટકાયા હતા એક અજાણ્યો ઈસમ એડ્રેસ પૂછવાનાં બહાને મહિલાને રોડની બાજુમાં ઉભી રાખી ગળા માંથી સોનાની ચેન તોડી વાનમાં બેસી ફરાર થઈ ગયો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાની અને હાલ પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે ભરત નગરનાં મકાન નંબર-206માં રહેતી પુષ્પાબેન પુનમચંદ પાંડે ગત તા.20 જુન નારોજ ચલથાણ સુગર ફેકટરી નજીક સસ્તા અનાજની દુકાનમાં અનાજ ખરીદવા ગઈ હતી.
જોકે આ મહિલા પગ પાળા પરત ફરી રહી હતી તે સમયે ચલથાણ સુગર ફેક્ટરીની સામે જ બજાર તરફ આવતા રસ્તેમાં મહિલાની પાછળ એક અજાણ્યો ઈસમ આવ્યો અને મહિલાને થોભાવી "અહીં નજીકમાં ગરીબોને અનાજ અનેં કપડાં આપે છે તે કઈ જગ્યાએ છે" એમ કહી નજર ચૂકવી તરત મહિલાએ ગળામાં પહેરેલી સોનાની ચેન તોડી નજીક ઉભેલી સિલ્વર રંગની વાનમાં બને ચીતરો ફરાર થઈ ગયા હતા.
જયારે મહિલાએ વાનનો નંબર 4402 નોંધ્યો હતો ઘટના બાદ મહિલાને કડોદરા પોલીસ મથકમાં 55 હજારની કિંમતની ચેન ચીલઝડપ થવા અંગેની ફરિયાદ કરતા પોલીસ ફરિયાદનાં આધારે ચલથાણ ગામના CCTV તપાસી આગળની વધુ તપાસ હાથ ધરતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500