સુરતનાં ઉધના વિસ્તારમાં રહેતી 3 સંતાનની માતાનાં ન્હાતી સમયનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર ઈસમની ઉધના પોલીસે ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતી 3 સંતાનની માતા હસીના (નામ બદલ્યું છે) ના ન્હાતી વખતના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ મહોલ્લામાં રહેતા અમીન મુલ્લા ખટીકે બ્લેકમેઈલ કરી રૂપિયા 30 હજાર પડાવ્યા હતા.
જોકે અઠવાડીયા અગાઉ અમીને હસીનાનાં ઘરના પતરા પર પથ્થર મારતા તે બહાર નોકળી હતી ત્યારે તેના વાળ પકડીને બાથમાં લઈ છેડતી પણ કરી હતી. હસીનાએ બુમાબુમ કરતા અમીન ભાગી ગયો હતો. બનાવ અંગે હસીનાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉધના પોલીસે આ ગુનામાં મજૂરી કામ કરતા અમીન ઉર્ફે છોટા અમીન શફી કુરેશી (ઉ.વ.33,રહે.ઘર નં.380, ક્રાંતીનગર, મીઠીખાડી,લીંબાયત,સુરત) નાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500