દેવધ ગામ પાસે મિલથી ઘરે જવા માટે નીકળેલા મોપેડ સવાર બે યુવકોને ડમ્પર ચાલકે કચડી નાંખતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેમાં ડમ્પર ચાલક એક યુવકને દુર સુધી ધસડી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુણા નેચરવેલી ખાતે રહેતો 28 વર્ષીય શિવા ચાંડક (ઉ.વ.28) અને ગોડાદરા ખોડિયાર નગરનો અનિરૂધ્ધ શર્મા (ઉ.વ.27) પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગમાં કામ કરતા હતા. જોકે તેઓ સોમવારનાં રોજ સાંજે બંને માર્કેટ જવા માટે મોપેડ પર નીકળ્યા હતા.
તે દરમિયાન બંને દેવધ ગામ નજીક રસ્તો ઓળંગતા હતા તે સમયે પુરઝડપે પસાર થતા એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને કડડી નાંખ્યા હતા. જયારે અકસ્માત બાદ ડમ્પર ચાલક બંને યુવકોને દુર સુધી ધસડી ગયો હતો. અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ મથકની હદના વિવાદને લઈ કલાકો સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે કલાકો સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યા હતા. આખરે ગોડાદરા પોલીસ મથકની હદ હોવાનું નક્કી થતા ગોડાદરા પોલીસે 3 કલાક બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application