Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાંથી કેમિકલનાં જથ્થા સાથે બે ઝડપાયા

  • September 28, 2022 

કડોદરા પોલીસ સ્ટાફનાં માણસો રાત્રીનાં સમયે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વરેલી ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી બે આરોપીઓ એક પીઆગો ટેમ્પો નંબર GJ/05/BW/5597માં પાંચ પ્લાસ્ટિકની બેરલો લઈને પસાર થઈ રહ્યા છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.




તેમજ ટેમ્પાને રોકી તેમાં તપાસ કરતા ટેમ્પામાં મુકેલા બેરલોમાં ઓઇલ પેન્ટમાં નાખવા માટેનું ટરપેનટાઇન 1 હજાર લીટર જવલનસીલ પદાર્થ કિંમત રૂપિયા 90 હજાર ટેમ્પો તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,69,400/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કેશવ અમરસિંગ રાજપૂત અને ગોપાલસિંગ ઉદેસિંગ રાજપૂતની અટક કરી બંને આરોપીને વધુ પૂછપરછ કરતા તેઓએ કામરેજ પોલીસ મથક હદ વિસ્તારમાં થોડા સમય પહેલા ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે  પોલીસે બંને આરોપી વિરીદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application