બારડોલી તાલુકાનાં પણદા ગામનાં રહીશ પોતાની દીકરી સાથે કડોદ દીકરીને મળવા માટે ગયા હતાં તે સમયે પરત ફરતી વેળાએ બપોરના સમયે પાછળથી આવેલ એક બાઈક ચાલકે પાછળ બેઠલી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, પણદા ખાતે રહેતા સોમાભાઈ હરિભાઈ પટેલ ખેતી કરે છે જેઓ બુધવારનાં રોજ પોતાની નાની દીકરી કડોદ ખાતે રહેતી હોય, જેને મળવા માટે મોટી દીકરી નિષ્ઠાબેન એસ. પટેલ સાથે ગયા હતાં.
જ્યાંથી પરત તેઓ બપોરના 3.30 થી 4.00 વાગ્યાના અરસામાં પરત પણદા ખાતે આવી રહ્યાં હતાં. તે દરમિયાન ખોજ ગામની સીમમાં નહેર નજીકથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળથી એક બાઈક પર આવેલા બે ઈસમોએ નિષ્ઠાબેને પહેરેલી એક તોલાની ચેઈન આંચકી લીધી હતી. જયારે તસ્કરો બારડોલી તરફ ભાગી ગયા હતાં. સોમાભાઈએ તેમની ગાડી તેમની પાછળ દોડાવી હતી. પરંતુ તસ્કરોએ પૂરઝડપે ગાડી હંકારી પલાયન થઈ ગયા હતાં. ઘટના અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application