સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ખાતે રહેતા અને મિલમાં મજૂરી કરતા ત્રણ પિતરાઈ ભાઈઓ રાત્રી દરમિયાન ગરમીને કારણે રૂમનો દરવાજો ખુલ્લો રાખી સુતા હતા. તે દરમિયાન મળસ્કે રૂમની અંદર ઘુસેલા બે લૂંટારુંઓ લૂંટના ઇરાદે આવ્યા હતા ત્રણેય ભાઈઓ જાગી જતા બે લૂંટારું પૈકી એકે ત્રણભાઈ પૈકીના એક ભાઈને ચપ્પુનાં બે ઘા મારી ઇજા પહોંચાડી મોબાઈલ અને રોકડ મળી 18 હજારની મતા લૂંટી નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનાં ઓરયા જિલ્લાના અને હાલ પલસાણા તાલુકા તાંતીથૈયા ગામે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં શિવ દયા બે બ્રિજની પાછળ આવેલ યાદવની બિલ્ડિંગના 19 નંબરમાં રૂમમાં રહેતા શૈલેન્દ્રભાઈ રામસ્વરૂપ પ્રજાપતિ તેના નાનાભાઈ બ્રિજેશભાઈ અને પિતરાઈ ભાઈ મનીષભાઈ સાથે રહેતા હતા.
જોકે આ ત્રણેય ભાઈઓ કેજરીવાલ મિલમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ગત તા.29 જુનના રોજ મોડી રાતે આ ત્રણેયભાઈ ઓ દરવાજો ખુલ્લો કરી સુઈ ગયા હતા જે દરમિયાન મળસ્કે 4 વાગ્યાના અરસામાં બે અજાણ્યા લૂંટારુઓ રૂમમાં ઘૂસી જતા ત્રણેય જાગી ગયા હતા લૂંટારુઓ ચાર્જમાં મુકેલ બે સ્માર્ટ ફોન અને બાજુમાં મુકેલ 6 હજાર રોકડ ભરેલું પાકીટ લઈ રૂમની બહાર ભાગી રહ્યા હતા.
તે દરમિયાન પ્રતિકાર કરવા જતાં બે લૂંટારુઓ પૈકી શૈલેન્દ્ર પ્રજાપતિને દાઢીના ભાગે અને છાંટીના ભાગે ચપ્પુના ઘા મારતા બુમાબુમ કરતા આસપાસનાં લોકો પણ જાગી જતા બને લૂંટારું અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત શૈલેન્દ્રને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા કડોદરા પોલીસે અજાણ્યા બે લૂંટારુઓ વિરુદ્ધ મોબાઈલ અને રોકડ મળી 18 હજારની મતા લૂંટવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500