સરથાણા વિસ્તારમાં તમાકુંની દુકાનમાંથી પાન મસાલા અને સિગારેટ સહિત 1.89 લાખનો સામાન ચોરી કર્યો હતો. જોકે આ ચોરીમાં ક્રાઇમ બ્રાંચે બંને ઈસમોને લસકાણા મેઇન રોડ પાસેથી પકડી પાડયા હતા. બંને ચોરો ચોરીનો માલ વેચવા માટે ભાડેની કારમાં નીકળ્યા હતા. સરથાણામાં ચોરી કરવા પહેલા ચોરોએ પહેલા રેલવે સ્ટેશન પરથી બાઇકની ચોરી કરી હતી. જયારે ક્રાઇમ બ્રાંચે ચોરીનો ટોબેકોનો સામાન, કાર, ચોરીની બાઇક સહિત કુલ રૂપિયા 17.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે પકડાયેલા ચોરોમાં એકનું નામ વૈભવ ઉમેદ સાંકરીયા (રહે.શગુન રેસીડન્સી,કામરેજ) અને બીજાનું રાહુલ સોમા ઠાકોર (રહે.લસકાણાગામ) જણાવ્યું હતું. આમ, બંને ચોરોની મોડેસ ઓપરેન્ડી એવી છે કે, પહેલા બાઇકની ચોરી કરે પછી તે ચોરીની બાઇક પર દિવસ દરમિયાન રેકી કરે છે. ખાસ કરીને બંને ચોરો સીએની ઓફિસ તેમજ બંધ ઓફિસઓને ટાર્ગેટ કરી બારીની ગ્રીલ ખોલી ચોરી કરતા હતા.
વધુમાં જાણવા મળ્યું હતું કે આ બંને ચોરોએ અત્યાર સુધીમાં 100થી વધારે ચોરી કરી છે જેમાંથી અમુક ચોરીમાં તો ફરિયાદ કરવામાં આવી ન હતી. જયારે આ ચોર વૈભવ અગાઉ સુરતમાં 6 અને વડોદરામાં એક મળી સાત ચોરીમાં પકડાયો હતો. જયારે રાહુલ ઠાકોર સુરતમાં 7 ચોરીમાં તેમજ વડોદરા અને સુરતમાં બે વાર પાસામાં જેલમાં ધકેલાયો હતો ટોટલ તેની સામે જાહેરનામા ભંગ, ઘરફોડ, અને પાસા સહિતના 15 ગુનાઓમાં પકડાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500