Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, એક વોન્ટેડ

  • September 19, 2022 

વ્યારા તરફથી આવનાર એક કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, જયારે પોલીસે ચોપડે એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં રાકેશભાઈ સુમનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા, તા.વ્યારા, જિ.તાપી) નાનો ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરીને વ્યારા તરફથી આવનાર છે અને સાદડી ગામથી જામણકુવા દુધ ડેરીની સામે, સીંગલપટ્ટી પાકા ડામર રોડ ઉપર થઇ માંડવી તરફ આવનાર છે.




જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યા વોચ ગોઠવી ગોઠવી બાતમી મુજબ વાળી કાર નંબર GJ/19/AH/1380ને આવતા તેને ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે કારમાં ચેક કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની અલગ-અલગ બ્રાંડની કુલ 1013 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે રૂપિયા 82,100/-નો વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 2,94,200/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા બે ઈસમો રાકેશ ઉર્ફે પકો સુમન ગામીત અને સતીશ ધનસુખભાઈ ગામીત નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે આ ગુનાના સંડોવાયેલા મુકેશ ઉર્ફે મુન્નો અવિનાશ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application