સુરતનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી હતી, જેમાં પોલીસે 42 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 1.53 લાખના મુદ્દામાલ સાથે બે જણાને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ફોર્ડ ફિગો કાર મુંબઈથી અમદાવાદ તરફ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને જનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસે ગતરોજ સાંજના સમયે આંબોલી ગામે પેટ્રોલ પંપ પાસે વોચ રાખી બેઠા હતા તે દમિયાન બાતમી વાળી એક ફોર્ડ ફિગો કાર નંબર GJ/01/KL/0472 આવી પહોંચતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી બનાવટની અલગ-અલગ નાની મોટી કુલ 120 નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 42 હજાર તેમજ ફોર્ડ ફિગો કારની કિંમત રૂપિયા 1 લાખ મોબાઈલ ફોન અને અંગઝડતી માંથી મળેલા રોકડા રૂપિયા 8 હજાર મળી કુલ રૂપિયા 1,53,000/-નાં મુદ્દામાલ સાથે બે જણા જેમાં ગિરીશ રેવાભાઈ ચાવડા તેમજ દશરથ વિરમભાઇ ડાંભી (બંને રહે.અમદાવાદ) નાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે દારૂ ભરાવી આપનાર પ્રદીપ બહેરા (રહે.સેલવાસ) નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500