સુરતનાં અડાજણ પાલનપોર કેનાલ રોડ પર નવા બંધાતા BRTS ઇલેકટ્રીક બસ ડેપો પાસે ગત તા.10મી નાંરોજ ઈજા પામેલી હાલતમાં 57 વર્ષીય આધેડ મળી આવ્યો હતો. જેથી BRTSનાં સુપરવાઇઝરે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ લઈ ગયા હતા જયાં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.
જયારે આ ઘટનામાં પીએમ રિપોર્ટ આધારે આધેડની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મૃતક ધનસુખ મણીલાલ નાયકા (ઉ.વ.57) નાને માથામાં ઈજાનાં બે થી ત્રણ ઘા માર્યો હતા. જેથી અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે હત્યારા પૈકી એક હત્યારા કિરીટ ધુલીયા ધાણક (ઉ.વ.35) નાને પકડી લીધો હતો.
જોકે મહિના પહેલા ઇલેકટ્રીક બસ ડેપોમાંથી ચોરી થઈ હતી. જેમાં મૃતક અને તેના એક મિત્ર લાલા પર ચોરીની શંકા હતી. જે તે વખતે મૃતકનો મિત્ર હત્યારાનાં હાથમાં આવી ગયો હતો. આખો દિવસ તેની પાસે કામ કરાવી તેની સાઈકલ લઈ તેને છોડી મૂક્યો હતો.
ગત તા.10મી નાંરોજ મૃતક અને તેનો મિત્ર પાછા ઈલેક્ટ્રીક બસ ડેપો પાસે ઊભા હતા. તે વખતે બંને હત્યારાઓએ ચોરી શંકા બાબતે મૃતકની સાથે માથાકૂટ કરી હતી. જેમાં બંને મજૂરોએ ધનસુખ નાયકા સાથે ઝઘડો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ બંને મજૂરો ભાગી ગયા હતા. બંને મજૂરો છોટા ઉદયપુરના વતની છે, હાલમાં એક પોલીસના હાથમાં આવી ગયો છે જયારે બીજો ભાગી જતા પોલીસે તેને શોધવા કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500